હળવદનાં સુરવદ ગામની હત્યાના આરોપીઓ પકડાયા

  • હળવદનાં સુરવદ ગામની હત્યાના આરોપીઓ પકડાયા
    હળવદનાં સુરવદ ગામની હત્યાના આરોપીઓ પકડાયા

હળવદ તાલુકાના સુરવદર ગામે પુત્રીની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપનાર પટેલ આધેડની એક જ પરિવારના મહિલા સહિતના ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હળવદ તાલુકાના સુરવદર ગામેં રહેતા અશોકભાઈ મોહનભાઇ સુરાણી ઉ.48 નામના પટેલ પ્રૌઢ ઉપર આજ ગામના મનસુખ તખુ પટેલ સહિતના ત્રણ શખ્સોએ હિંસક હુમલો કરી છરી હુલાવી દેતા ગંભીર હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બપોરે સારવાર દરમિયાન અશોકભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં આજે પોલીસ દ્વારા આરોપીઓ મનસુખ તખુભાઈ દેસાઈ જાતે પટેલ ઉમર વર્ષ 49, જતિન મનસુખ પટેલ ઉંમર વર્ષ 26 વાળાને સુરવદર ગામની સીમમાંથી ઝડપી પાડેલ છે અને રીમાન્ડની તજવીજ હાથ ધરેલ છે