સલમાન બન્યો સફેદ દાઢી-મુંછવાળો 'ભારત', લુક જોવા માટે કરો ક્લિક...

  • સલમાન બન્યો સફેદ દાઢી-મુંછવાળો 'ભારત', લુક જોવા માટે કરો ક્લિક...

ભારત સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે.  આ ફિલ્મ પછી સલમાન ખાન 'દબંગ 3' માટે જલ્દી કામ શરૂ કરશે. ત્યારબાદ સંજય લીલા ભણસાલીની 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મ માટે કામ શરૂ કરશે. ઈન્શાઅલ્લાહ ફિલ્મથી સંજય અને સલમાન 20 વર્ષ બાદ ફરી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટ દેખાશે. ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.