જામનગરના મકાનમાં ધમધમતું કુટણખાનું

જામનગર તા.21
જામનગરમાં એક ભાડાનાં મકાનમાં રહેતો મહિલા કુટણખાનું ચલાવતા હોવાનું બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. અને મહીલાના તથા પુરુષની ધરપકડ કરી હતી.
જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહેતી હલીમાબેન હૈદરશા ફકીર પોતાના મકાનમાં બહારથી ગ્રાહકોને બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતી હોવાની બાતમીના આધારે પોસઇ બી.એ. આહિર અને પોલીસ સ્ટાફે ગત મોડી સાંજે દરોડો પાડયો હતો.
આ સમયે ત્યાંથી મસીતીયા ગાના યુનુસ સુલેમાન ખફી અને દલીયાબેનની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આ મકાનમાંથી 14970/- ની રોકડ રકમ પાંચ નંગ મોબાઇલ ફોન પોલીસે કબજે કર્યા હતા.