દ્વારકામાં બે મકાનમાં નિશાચરોની પરોણાગત

ખંભાળીયા, તા. 21
દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલા બે મકાનોમાં તસ્કરોએ ત્રાટકીને રોકડ તથા સોનાના દાગીના ચોરી કરીને લઈ ગયાનો બચાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આ અંગેની વિગત મુજબ દ્વારકા ટીવી સ્ટેશન પાસે એક મંદિરની પાછળ રહેતા યાસ્મીનબેન ફિરોજભાઈ સુમરા ઉ.વ.23 નામના મુસ્લીમ મહિલાના રહેણાંક મકાનમાં ગઈ તા.12 મી નવે.ના રોજ રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કરી ઘરના રૂમના દરવાજાનું તાળુ તોડીને કબાટમાં રાખવામાં આવેલા રૂા.પાંચ હજાર રોકડા તથા રૂા.ચૌદ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હતાં.
આટલું જ નહિ બાજુમાં રહેતા હિતેશભાઈ નામના એક આસામીના ઘરના તાળા તોડી તેમાંથી પણ રૂા.ત્રણ હજાર રોકડા તથા રૂા.ત્રણ હજારની કિંમતનું સોનાનું પેંડલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયુ છે.
પોલીસે યાસ્મીનબેન સુમરાની ફરિયાદ પરથી ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
યુવાન ઉપર છરી વડે હુમલો
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા મેરૂભા દેવુભા સુમણીયા નામના 32 વર્ષના હિન્દુ વાઘેર યુવાન સામે અગાઉની ડ્રાઈવીંગ બાબતની જુના માથાકુટનો ખાર રાખી આજ વિસ્તારમાં રહેતા અને મુળ કલ્યાણપુરના ધાંધાભા નુંધાભા માણેક નામના શખ્સ છરી વડે જીવલેણ હુમલો કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી જાનતી મારી નાખવાની
ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.