રો-રો ફેરી સર્વિસમાં જહાજનું એન્જીન મધદરિયે બંધ થતાં મુસાફરોમાં ભય

  • રો-રો ફેરી સર્વિસમાં જહાજનું એન્જીન મધદરિયે બંધ થતાં મુસાફરોમાં ભય
    રો-રો ફેરી સર્વિસમાં જહાજનું એન્જીન મધદરિયે બંધ થતાં મુસાફરોમાં ભય

ભાવનગર,તા.ર1
ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસનું જહાજ મધદરીયે એન્જીન બંધ થઈ જતા તેમાં બેઠેલા 400 જેટલા મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. દરમ્યાન આ જહાજને ટગ દ્વારા ખેતી ઘોઘા સુધી સલામત રીતે લાવવામાં આવ્યુ હતુ. આ બનાવે ભારે ચકચાર જગાવી હતી.
મળતી વિગતો મુજબ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું જહાજ દહેજથી ઘોઘા આવી રહ્યુ હતુ ત્યારે મધદરિયે કોઈ ટેકનીકલ ખામીને કારણે જહાજનું એન્જીન બંધ થઈ જતાં જહાજમાં મુસાફરી કરતાં 400 જેટલા મુસાફરોનાજીવ તાળવે ચોટીગયા હતા અને ગભરાટ ફેલાઈ ગયો હતો. આ જહાજમાં 9પ કાર અને ટ્રક પણ હતી.
દરમ્યાન જહાજનું એન્જીન બંધ પડી ગયું છે તેની જાણ પોર્ટ ઓફીસર સુધી ચઢ્ૃાએ ટગ બોટને જાણ કરતાં ટગ બોટ મારફત તમામ મુસાફરોને સલામત લાવવા કવાયત હાથ ધરાઈ હતી અને તમામ મુસાફરો અને જહાજને ટગ દ્વારા ખેચી કિનારા સુધી સલામત રીતે ઘોઘા સુધી લાવવામાં આવતા અંતે મુસાફરો સહિત સૌ કોઈને હાશકારાની લાગણી અનુભવી હતી.
ઘોઘા-દહેજ ફેરીનુ જહાજ મધ દરીયે ખોટવાતાના સમાચાર સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી હતી અને ચિંતાભરી પુછપરછ હાથ ધરાઈ હતી.