સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીએ હવાલદારનો કાઠલો પકડતા ફરિયાદ

વઢવાણ, તા. 21
સુરેન્દ્રનગર જેલમાં બેરેકમાં એક કેદીને મુકવા જતા અમારી બેરેકમાં નવા કેદી નહિ તેમ કહી જેલ હવાલદારનો અન્ય કેદીએ કાઠલો પકડતા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ અને સ્ટાફ વચ્ચે અવારનવાર ઘર્ષણના બનાવો બને છે તેમાં બેરક નં.2 માં રહેલ કેદી સુરેશભાઈ ભગુભાઈને બેરક નં.2 માં મુકવા જતા જેલમા હવાલદાર ભુપતભાઈ રામસગભાઈ ચૌહાણને બેરેક નં.2 માં રહેલ કેદી સુરેશ ભગુભાઈ અને ઓમદેવસિંહ પરમારે નવો કેદી અમારી બેરકમાં મોકલતા નહિ તેમ કહી ભુપતભાઈને કાંઠલો પકડી ગાળો આપતા ભુપતભાઈએ એ ડીવી. પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીઆઈ કે.એચ.ત્રિવેદી તપાસ કરી છે.
સગીરાને ભગાડી ગયાની ફરીયાદ
મુળી તાલુકાના રામપરડી ગામે મજુરી કામ માટે આવલ પરિવારની સગીરાને મુનાભાઈ કરપડા લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ મુળી પોલીસમાં તેના પિતાએ નોંધાવેલ છે.