સોમનાથ સાનિધ્યે આજે 48 કરોડના ખર્ચે અતિથિગૃહ સહિતના કામોનું ખાતમૂહૂર્ત

  • સોમનાથ સાનિધ્યે આજે 48 કરોડના ખર્ચે અતિથિગૃહ સહિતના કામોનું ખાતમૂહૂર્ત
    સોમનાથ સાનિધ્યે આજે 48 કરોડના ખર્ચે અતિથિગૃહ સહિતના કામોનું ખાતમૂહૂર્ત

રાજકોટ તા.21
સોમનાથ મહાદેવના સાનિધ્યે તા.22 ના ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ રૂા.48 કરોડના ખર્ચે થનાર અતિથિગૃહ અને રાજયઘોરી માર્ગના વિસ્તૃતીકરણના કામોનું ખાત મુર્હત સાથે સરકારી અઘિકારી-કર્મચારીઓના આવાસોનું લોકાર્પણ કરનાર છે.
યાત્રાઘામ સોમનાથ ખાતે મહાદેવને શીશ ઝુકાવવા દર વર્ષે કરોડથી વઘુ યાત્રીકો સાથે દેશભરમાં ઉચ્ચર હોદા ઘરાવતા અઘિકારીઓ અને રાજકીય-સામાજીક નેતાઓ પણ મોટી સંખ્યામિાં આવી રહેલ છે. સોમનાથ સાંનિઘ્યેદ કોઇ સરકારી અતિથિ ગૃહ ન હોવાથી વી.વી.આઇ.પી. મહેમાનોના રોકાણ અર્થે અગવડતા પડી રહેલ જેને ઘ્યાઇને લઇ રાજય સરકારે સોમનાથ મંદિરના સાંનિઘ્યે. નજીકમાં જ અતિથિગૃહ બનાવવાનું નકકી કરી જગ્યાયની શોઘ શરૂ કરી હતી. આ સર્કીટ હાઉસના નિર્માણ કામનું તથા વેરાવળ-તાલાલા ના 23 કી.મી. ના રાજય ઘોરીમાર્ગને 10 મીટર પહોળો કરવાના કામનું ખાતમુર્હત તથા વેરાવળમાં ચોપાટી નજીક બનાવાયેલ સરકારી અઘિકારી-કર્મચારીઓના આવાસોનું લોકાર્પણ આજે તા.22 ના રોજ સવારે સાડા દસ વાગ્યેે સોમનાથ મરીન પોલીસ સ્ટેેશનની બાજુમાં નાયબ મુખ્યામંત્રી નિતીન પટેલના હસ્તે થનાર છે.
યાત્રાઘામ સોમનાથ મહાદેવના સાંનિઘ્યેે સોમનાથ મંદિરની પાછળ મરીન પોલીસ સ્ટેશનની બાજુની વિશાળ જગ્યાોમાં આઘુનિક સુવિઘાવાળુ જીલ્લાસકક્ષાનું સર્કીટ હાઉસ (અતિથિગૃહ) બનાવવાનું પસંદ કરાયેલ છે જેમાં વી.વી.આઇ.પી. સ્યુલટ, ડીલક્ષ રૂમો સહિત 60 રૂમો તથા કોન્ફડરન્સસ હોલ, ડાયનીગ હોલની સુવિઘા ઉભી કરાશે અને આ સર્કીટ હાઉસના નિર્માણ માટે રૂા.21 કરોડ જેવી રકમ મંજૂર કરાઇ છે. વેરાવળ-તાલાલા રોડ ઉપર 23 કીમીના ઘોરીમાર્ગને રૂા.27 કરોડના ખર્ચે પહોળો કરવાની કામગીરી કરવામાં આવનાર છે. આ ઉપરાંત રૂા.27 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી આવાસોનું પણ લોકાર્પણ થનાર છે અને આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોઘરા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ભગવાનભાઇ બારડ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઇ લ્હેરી, બીજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, તાલાલા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન લકકડ સહિતના મહાનુભાવો હાજર રહેનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.