ખંભાળીયા નજીક કારની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મૃત્યુ

  • ખંભાળીયા નજીક કારની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મૃત્યુ
    ખંભાળીયા નજીક કારની ઠોકરે બાઇક ચાલક યુવાનનું મૃત્યુ

જામખંભાળિયા તા.21
ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આજરોજ બુધવારે સવારે પુરપાટ જઇ રહેલી ઇકો મોટરકારના ચાલકે મોટરસાકલને અડફેટે લેતાં આ બાઇકના ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે પરિવાર સાથે રહેતા અને એક વાડીમાં ખેતમજુરી કામ કરતા મુળ મઘ્યપ્રદેશ રાજયના રાતપુર જીલલાના જોબર તાલુકાના વતની એવા શંકરસિંહ ઉર્ફે રમેશ પહાડીયા ભાઇ દેહદીયા નામના ઠાકોર યુવાન આજરોજ સવારે સાતેક વાગ્યે તેમના હોન્ડા મોટરસાયકલ નં.જી.જે.15એ 4781 લઇને આરાધના ધામ પાસેથી ખંભાળિયા થઇ ભાતેલ ચરત ફરી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે આઠ કી.મી. દુર દાતાની ગોલાઇ અને મામા સાહેબના મંદિર પાસેથી જામનગર તરફ જઇ રહેલી જી.જે.37 ટી 1839 નંબરની ઇકો કારના ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી હતી.
આ અકસ્માત સર્જાતા બાઇક પર જઇ રહેલા શંકરસિંહ ઉર્ફે રમેશભાઇ તેના બાઇક સાથે ફંગોળાઇ ગયા હતા અને શરીરના જુદા જુદા ભાગોમાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેનું કરુણ મૃત્યુ નીપજયુ હતુ.
મૃતક યુવાનને સંતાનમાં ત્રણપુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે મૃતકના પત્નિ જાનાબેન શંકરસિંહ દેહદીયાની ફરિયાદ પરથી પોલીસે ઇકો કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી ઇન્ચાર્જ પી.આઇ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.