શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો

  • શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો
    શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો

શ્રીનગર: લોકસભા ચૂંટણી 2019માં ભાજપના 'મેં ભી ચોકીદાર' પર નિશાન સાધતા શ્રીનગર નગર નિગમના ડેપ્યુટી મેયર શેખ ઈમરાને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. શેખ ઈમરાને 'મેં ભી ચોકીદાર'ની જેમ પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડી દીધો છે. આ સાથે જ પોતાના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં પોતાના નામની આગળ મુજાહિદ શબ્દ જોડે. સોશિયલ મીડિયા પર ઈમરાનની આ હરકતની ઘોર ટીકા થઈ રહી છે. આમ છતાં તેઓ હજુ પોતાની વાત પર મક્કમ છે.