‘તાજ’માં નમાઝ V/S પૂજાનું એલાન

  • ‘તાજ’માં નમાઝ V/S પૂજાનું એલાન
    ‘તાજ’માં નમાઝ V/S પૂજાનું એલાન

આગ્રા, તા.15
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) દ્વારા આગરાના તાજહેલમાં પ્રતિબંધ લગાવવા છતા નમાઝ અદા કર્યા બાદ તણાવની સ્થિતિ ઉદ્ભવી ગઇ છે. હવે આ વિવાદમાં બજરંગ દળ પણ કૂદી પડ્યુ છે અને એલાન કર્યુ છે કે, તેઓ પણ તાજમહેલના પરિસરમાં પૂજા-પાઠ કરશે.
ખરેખર અજઈંના પ્રતિબંધને ઠેંગો દેખાડતા તાજમહેલ ઇંતજામિયા કમિટિ (ટીએમઆઇસી)ના સભ્યોએ મંગળવારે તાજમહેલ પરિસરમાં નમાઝ પઢી. જોકે, વજૂ ટૈંક (જ્યાં નમાઝ પઢતા પહેલા નમાઝી પોતાનું શરીર સાફ કરે છે)મા રોજ માફક તાળું જ લાગેલુ રહ્યું અને નમાઝિયોએ નમાઝ પઢતા પહેલા પીવાના પાણીથી પોતાને સાફ કર્યા. આ દરમિયાન પુરાતત્વ વિભાગના અધિકારીઓએ તેમને રોક્વાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહી. તાજમહેલની અંદર નમાઝ પઢવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે 19 જુલાઇ 2018એ આદેશ આપ્યો હતો કે, શુક્રવારે તાજમહેલ મસ્જિદમાં નમાજ અદા થઇ શકે છે. સાથે જ સ્થાનિક લોકો જ અહિંયા નમાઝ અદા કરી શક્શે. તે છતા મંગળવારે કેટલાક લોકો માજમહેલ પહોંચી ગયા, જેમાથી અડધો ડઝન લોકોએ નમાઝ અદા કરી. શુક્રવારે તાજમહેલ બંધ રહે છે, પરંતુ નમાઝિયો માટે બપોરે બે કલાક માટે તેને ખોલવામાં આવે છે.
આ દરમિયાન, આ વિવાદમાં હિંદુવાદી સંગઠન બજરંગ દળ પણ કૂદી પડ્યુ છે. બજરંગ દળ સાથે સંકળાયેલા ગોવિંદ પરાસરે કહ્યું કે, જ્યારે તે લોકોએ તાજમહેલમાં આરતીની માંગ કરી હતી તો તેમને તેની પરવાનગી આપવામાં આવી ન હતી. હવે કેવી રીતે લોકો નમાઝ પઢે છે માટે હવે અમે લોકો પણ પૂજા કરીશું.