અમેરિકા H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા

  • અમેરિકા  H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા
    અમેરિકા H-1B વિઝા એપ્લિકેશનમાં આ વર્ષે 5 ટકાનો વધારો, ભારતીય આવેદનોમાં ઘટાડાની આશંકા

વોશિંગ્ટનઃ અમેરિકામાં એચ-1બી વિઝાની એપ્લિકેશનનો રેશિયો ગત વર્ષ કરતાં વધ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન 10,000 વધુ એપ્લિકેશન આવી છે અને આંકડો 2.01 લાખએ પહોંચી ગયો છે. આ એપ્લિકેશન સ્વીકારવાની અંતિમ તારીખ 1 એપ્રિલ હતી. એચ-1બી વિઝા અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને કામ કરવાની મંજૂરી આપે છે. જેનો ભારતીય આઇટી સેક્ટર્સ સૌથી વધુ લાભ ઉઠાવે છે. અમેરિકામાં અંદાજિત 4.20 લાખ લોકોની પાસે એચ-1બી વિઝા છે. જેમાંથી 75 ટકા એટલે કે, 3.10 લાખ ભારતીય છે. એચ-1બી વિઝા ધારક ભારતીય મહિલાઓ 63220 છે. અમેરિકામાં ભારત બાદ ચીનના સૌથી વધુ 48 હજાર એચ-1બી વિઝાધારકો છે. ત્યારબાદ ચીન અને સાઉથ કોરિયા (અંદાજિત 1 ટકા) આવે છે.