સંગીતની દૂનિયા રાંક: સિતારવાદક આતામહંમદખાન પઠાણનું નિધન

રાજકોટ તા.14
મૂળ વડોદરાના અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વસેલ સંગીતક્ષેત્રે નામના ધરાવતા જાણીતા સિતાર વાદક આતા મહંમદખા પઠાણનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. તેઓ આકાશવાણી રાજકોટના બી હાઈ ગ્રેડના કલાકાર હતા તેમજ સંગીત નાટ્ય અકાદમીના સિતાર અને ગાયનક્ષેત્રે શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા. સંગીત કલા તેમને વારસામાં મળી હતી. તેમના િ5તાશ્રી તેમજ ત્રણે ભાઈઓ મહમુદખાન પઠાણ, અમીર ખુશરો ખાન પઠાણ તેમ જ રજાખાન પઠાણ પણ સિતાર ક્ષેત્રે કાર્યરત છે. તેમણે અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેની કેરિયરમાં મદદ કરી છે.
સંગીતના મોટા ગજાના કલાકાર આતા મહંમદ ખાનને પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. તેમની વિદાયને કારણે સંગીત જગતમાં શોક વ્યાપી ગયો હતો. તેમના પાર્થિવ દેહને આજે સવારે તેમના વતન વડોદરા ખાતે લઈ જવામાં આવેલ છે.