જીવનમાં શ્રેષ્ઠ આચાર, વિચાર, તપ દાન વૃતિ જરૂરી: ડો.ગિરીશભાઈ શાસ્ત્રી

  • જીવનમાં શ્રેષ્ઠ આચાર, વિચાર, તપ દાન વૃતિ જરૂરી: ડો.ગિરીશભાઈ શાસ્ત્રી
    જીવનમાં શ્રેષ્ઠ આચાર, વિચાર, તપ દાન વૃતિ જરૂરી: ડો.ગિરીશભાઈ શાસ્ત્રી

ભાવનગર જુનુ સિન્ધુનગર સિંધી સાર્વજનિક ધર્મશાળા સંત પ્રભારામ હોલ ખાતે પરમાર પરિવાર દ્વારા યોજાયેલ શિવગાથા જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવતા ડો.ગિરીશભાઈ શાસ્ત્રીએ મનુષ્યના આચાર, વિચાર, ધર્મનું વર્ણન શિવજી મહારાજના પૂજન-અર્ચન, યજ્ઞ, તપ, દાન અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું. નંદી મહાત્મ્ય, સતી ચરિત્ર, પાર્વતી પ્રાગટ્ય, સોમવારે શિવ વિવાહ, મંગળવારે ગણપતિ પ્રાગટ્ય, કાર્તિકેય પ્રાગટ્ય, મોદક મનોરથ, બુધવારે દ્વાદશ જ્યોર્તિલીંગ મહિમા-દર્શન રામેશ્ર્વર 5ૂજન, હનુમાન પ્રાગટ્ય, શિવતાંડવના પ્રસંગો વર્ણવ્યા હતા.
આ કથા દરમિયાન સાધુ-સંતો ત્યાગ વલ્લભસ્વામી, હરિપ્રકાશ સ્વામી તેમજ મહિલા કોંગ્રેસના ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, સમેત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું હતું.
આ ઉપરાંત પરમાર પરિવારના મંજુલાબેન મનસુખભાઇ પરમારની પ્રેરણાથી યોજાયેલી કથામાં કલાકાર હેમંત ચૌહાણ, બિહારી ગઢવી, ધીરૂભાઇ સરવૈૈયા, રાજુભાઇ ગઢવી (ઈસરાની), વગેરે કલાકારોએ લોક સાહિત્ય પીરસ્યુ હતું અને દિલીપભાઇ, મીનાબેન, ધારાબેન અને તેમની ટીમે શિવ સ્મૃતિ રજુ કરી દર્શકોને ભાવ વિભોર કર્યા હતા.