જામનગરના પીપરટોડામાં વૃદ્ધ પર ખૂની હુમલો

જામનગર, તા. 14
જામનગર તાલુકાના પીપરટોડા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી સમયથી જુની અદાવતનાં કારણે ગત સાંજે એક વૃદ્ધ પર પત્થરથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી આ અંગે એક શખ્સ હત્યા પ્રયાસની કલમ મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાનાં પીપરટોડા ગામમાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ચોવટીયા ઉ.વ.62 અને પ્રકાશ વશરામભાઈ ચોવટીયા વચ્ચે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખીનો ગઈ સાંજે આરોપી પ્રકાશ ચોવટીયાએ પત્થર વડે ઘનશ્યામભાઈને બેફામ માર માર્યો હતો.
આ બનાવમાં ઘનશ્યામભાઈને કપાળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયા હતાં જયાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસની કલમ 307 મુજબ ગુન્હો નોંધ્યો હતો.