ઉભેલો ટ્રક એકાએક આગળ રળતા શ્રમિક પર પૈડુ ફરી વળ્યુ : મોત

વઢવાણ તા.14
પાટડીના નારણપુરા ગામે ખાતરની ભરેલી ટ્રક ખાલી કરતી વખતે એકાએક ટ્રક આગળ ચાલવા લાગતા આગળના વ્હીલ પાસે કરતા કરતા શ્રમિક પર પૈડુ ફર વળતા તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. પાટડીના નારણપુરા ગામે ખાતરની ગાડી ખાલ થવા માટે આવી હતી ત ેદરમ્યાન નવધણભાઇ પ્રભુભાઇ શંખેશ્ર્વરીયાઆગળના ટાવર પાસે કામ કરતો હતો. તેમા તેના કોઇ કારણસર ટ્રક ધીરે ધીરે રગડવા લાગતા નવઘણભાઇના માથા ઉપર ટ્રકનું ટાયર ફરી વળતા નવઘણભાઇના માથાના ભાગે ઇજા થતા તેનું મોત થયુ હતુ. પાટડી પોલીસે તપાસ હાથ ધરેલ છે.
ફટાકડા ફોડવાની ના પાડતા ધારીયા ઉડયા લીંબડીના પાણશીણા ગામના હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારે તેમની પાડોશમાં રહેતા નીખીલભાઇ ઉર્ફે હકો પ્રભુભાઇ, અને અલ્પેશ ઘનશ્યામભાઇ ખાચર તેમના તેમના ઘર પાસે ફટાકડા ફોડતા હોવાથી ઢોરભડકતા ફટાકડા ફોડવાનીના પાડતા બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલ ચારેય શખ્સોએ હિતેન્દ્રસિંહને અપશબ્દો કહી ઢીકાપાટુના માર મારી લાકડી ધારીયા પાઇપથી હુમલો કરેલ તેમાં હિતેન્દ્રસિંહને ઇજા થતા મારી નાખવાની ધમકી આપતા હિતેન્દ્રસિંહે ચારેય શખ્સો સામે પાણશીણ પોલીસમાં ફરીયાદ કરેલ છે.