વિસાવદરના મોટાકોટડા ગામેથી જુગાર રમતા 11 શખ્સો ઝબ્બે

જુનાગઢ, તા. 14
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વિસાવદરના મોટા કોટડા ધામેથી જુગારનો અડો ઝડપી પાડી રૂા.2,13,040 ના રોકડ તથા મુદામાલ સાથે જુનાગઢની બે મહિલા સહિત 11 પતા પ્રેમીઓને જુગાર રમતો ઝડપી લીધા હતાં.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગત રાત્રીના સવા બે વાગ્યાના અરસામાં વિસાવદરના મોટા કોટડા ગામે ચાલતા જુગારધામ ઉપર ત્રાટકી બહાર ગામથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવતા પ્રવિણ કલ્યાણજીભાઈ કાનકડ સહિત જુગાર રમતા મોટા કોટડા ભેસાણ ધારી જુનાગઢ બીલખા પંથકના 8 તથા જુનાગઢના મધુરમમાં સુદામા પાર્કમાં રહેતા રીનાબેન જગદીશભાઈ અટારા તથા મધુરમમાં રહેતા રંજનબેન અરવિંદભાઈ બારીયા ઉ.વ.60 ને નાલ તથા જુગારના પટમાંથી રોકડા રૂા.34,340 એક ફોર વ્હીલ 8 મોબાઈલ3 મોટર સાયકલ મળી કુલ રૂા.2,13,040 ના મુદામાલ સાથે ઝડપી લઈ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
પરિણીતાને ત્રાસ
સોરઠ પંથકની બે પરિણીતાને તેના પતિ તથા સાસરીયા દ્વારા દુ:ખ ત્રાસ આપીને કનડગત કરાય હોવાની રાવ પોલીસમાં નોંધાવા પામી છે.
વંથલીના થાણાપીપળી ગામના રમાબેનના પતિ અરવિંદભાઈ પાલાભાઈ મકવાણાને પાયલ નામની યુવતી સાથે મનમેળ હોય જે બાબતે મનદુ:ખ રાખી તું ગમતી નથી તેમ કહી હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની તેના પતીએ ધમકી આપતા હોવાની અને તેમાં તેના સસરા મદદગારી કરતા હોવાની ફરીયાદ વંથલીમાં થઈ છે.
જયારે જુનાગઢના વિજાપુર ગામેની તૃપ્તીબેનને દીકરીનો જન્મ થયેલ હોય જે તેના પતિ પરેશ રામજી ચોટલીયા તથા તેના સાસુ-સસરાને ગમેલ નહી આ ઉપરાંત તૃપ્તીબેનની મીલ્કતના કાર્ણે પરેશે વિશ્ર્વાસમાં લઈ લગ્ન કરી લીધા બાદ સાસરીયાઓ દ્વારા મારકુટ કરી ઘરેથી કાઢી મુકી કરીયાવર ઓળવી ગયાની તૃપ્તીબેન મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.