રાજકોટમાં આગામી 23મીથી લંકેશ બાપુની શિવકથા યોજાશે

  • રાજકોટમાં આગામી 23મીથી લંકેશ બાપુની શિવકથા યોજાશે
    રાજકોટમાં આગામી 23મીથી લંકેશ બાપુની શિવકથા યોજાશે

રાજકોટ, તા. 14
રાજકોટ નવનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી નવનાથધામ નિર્માણના લાભાર્થે ભવ્ય શિવકથાનું રેસકોર્ષ ખાતે કરવામાં આવનાર છે. કાલાવડ રોડ જડુઝ હોટલ સામે આકાર લેનાર શ્રી નવનાથધામના લાભાર્થે તા.23-11 થી 1-12 દરમ્યાન યોજાનાર શિવકથાના આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
આ કથાની પોથી યાત્રા તા.23મીએ બપોરે 2-30 વાગ્યે વેદમાતા ગાયત્રીધામ ખાતેથી નીકળશે. અને સાંજે 5 વાગ્યે કથા સ્થળે પહોંચશે. ધ્વજારોહણ સાંજે 5 વાગ્યે પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજના હસ્તે થશે. કથાના બીજા દિવસે ભાવિકોને રૂદ્રાક્ષનું વિતરણ કરવામાં આવશે. કથા દરમિયાન પાંચ ટેસ્ટના રાજવીઓ પણ પધારશે.
રેસકોર્ષમાં ઓમ શિવ ગોરખનાથધામ ખાતે કથા બપોરે 3 થી 6-30 વાગ્યા સુધી યોજાશે. આ કથા પ્રસંગે વિગતો આપતા જાનીદાદા (વેદમાતા ગાયત્રીધામ) (ધર્મેશભાઈ) એ જણાવ્યુ હતું કે આ કથામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ભાગવત કથાકાર ભાવેશદાદા (સુરતવાળા) અનિરૂદ્ધસિંહ (રીબડા) ઉપસ્થિત રહેશે અને આ માટે સંત શ્રી લાલબાપુ, રાજુ ભગત, દોલુ ભગતના આર્શિવાદ પાઠવ્યા છે.
કથામાં 23મીએ શિવ મહાત્મય, 24મીએ શિવ પ્રાગટય, રવિવારે શિવ મહાત્મય-પુજા સોમવારે સતી પ્રાગટય, મંગળવારે માંપાર્વતી વર્ણન 28મીએ શિવ વિવાહ તારકાસુર વધ તા.29મીએ બાર જયોતિલીંગ વર્ણન તા.30મીએ કથાનું સમાપન તા.1-12 ના રોજ 4 વાગ્યે થશે.   નવનાથ એટલે શું ?
આવો જાણીએ નવનાથ વિશે મહત્વપૂર્ણ જાણકારી નાથ સંપ્રદાય સ્વયંભુ અને અખંડ છે તેની સ્થાપના કે શરૂઆત કોઇ આચાર્ય કે મનુષ્ય દ્વારા નથી થઇ સ્વયં દેવાધીદેવ મહાદેવ આદિનાથ શિવજીએ યોગમાર્ગના પ્રવર્તન હેતુ તેનો પ્રારંભ કર્યો અને આગળ ચાલીને શિવ આદિનાથજી ગુરૂ ગોરક્ષનાથના રૂપમાં પ્રગટ થઇને ભુલોકમાં વિસ્તાર કર્યો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નવનાથ અને સિધ્ધ ચૌર્યાસી અજર અમર છે. આજે પણ દિવ્યસ્થાન પૃથ્વી પર ચેતન સ્વરૂપમાં વિચરણ કરે છે. પૃથ્વીની અને સનાતન ધર્મની રક્ષા કરે છે અને નવમાં નાથ ગુરૂ ગોરક્ષનાથજી છે જે સ્વયં શિવનો જ અવતાર છે એ નિર્ગુણ, નિરાકાર થઇને પણ સગુણ આકાર રૂપમાં પ્રાણી માત્રમાં અત્યંત પ્રસન્ન થયા ગુરૂ ગોરક્ષનાથજી સ્વયં આદિનાથ શિવ મહાદેવજી છે જે જ્યોતિ સ્વરૂપ છે. આવો જાણીયે નવનાથના સ્વરૂપ નાથ કોણ છે ?   ડો.લંકેશબાપુનો પરિચય
રેસકોર્ષ ખાતે યોજાનાર શ્રી શિવકતાની વ્યાસપીઠ ઉપર કડી (ગુજરાત)ના ડો.લંકેશબાપુ બિરાજીત થશે અને કથાનું રસાળ શૈલીમાં રસપાન કરાવશે.
કથાકાર ડો.લંકેશબાપુને ગુજરાત સરકાર દ્વારા તાંડવ રત્ન એવોર્ડ અપાયો છે. તેમણે શિવતાંડવ, સ્ત્રોત્ર ગાન અને રાવણ ઉપર એમફીલ કરવાને કારણે તેઓને લોકો લંકેશબાપુ તરીકે ઓળખે છે.
આ ઉપરાંત તેઓએ ત્રણ-ત્રણ પીએચડીની પદવી મેળવી છે જેમાં શિવવી, જયોતિષિ અને કર્મકાંડ વિષયનો સમાવેશ થાય છે. અને 84 જેટલી ડિગ્રીઓ જુદી જુદી યુનિ., સંસ્થાઓ દ્વારા મળેલ છે.
તેમજ તેઓએ આજીવન શિવકથા નિ:શુલ્ક કરવાની નેમ ધરાવે છે.