બાબરા તાલુકા કોંગ્રેસ સ્નેહમીલન કાર્યક્રમમાં ગદાર અને સસ્પેન્ડેડ કાર્યકરોને અગ્રતા પણ શહેર પ્રમુખ ભુલાયા !

બાબરા તા.10
96 લાઠી બાબરા વિદ્યાનસભા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા ચુસ્ત કોંગ્રેસીઓએ અભિમન્યુની ભુમીકા ભજવી અને હરીફ ઉમેદવારને કારમો પરાજય આપી વિરજી ઠુંમરને જીતાડવા કામ કર્યા બાદ વિજયને વરેલા દ્વારા આવા આગેવાન કાર્યકરોને કારણે મુકી યુઝ એન્ડ થ્રો નીતી અપનાવી લીધાના આક્ષેપો સાથે અનેક ચુંટાયેલા પ્રતિનીધી તથા આગેવાન કાર્યકરો જાહેર બળાપો કાઢી રહ્યા છે.
આવા સમયે આગામી 14/11 ના બાબરા ગાયત્રી મંદિર ખાતે કોંગ્રેસ પક્ષ આયોજીત ભવ્ય સ્નેહમીલનનું આયોજન થયુ છે. જેમાં વિરોધ પક્ષના નેતા સહિત જીલ્લાના પાંચ ધારાસભ્ય જીલ્લા પાંયતના સદસ્યો તાલુકા પંચાયત નગરપાલીકા સદસ્યો ઉપસ્થિત રહેવાના હોવાના આમંત્રણ કાર્ડ કાર્યકરોમાં વહેચવા પામ્યા છે.
સ્નેહમીલન કાર્ડમાં નિયંત્રકોની નામાવલીમાંથી શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ સીંધવનું નામ બાકાત રહ્યું છે. અને અગાઉ પાર્ટી સાથે ગદારી કરી સાથી પક્ષમાંથી જીલ્લા પંચાયત સીટ લડેલા જસપતભાઇ ચાવટીયા તથા પાર્ટી સસ્પેન્ડેટ પુર્વ સરપંચ બાબુલાલ કારેટીયા, પુર્વ પ્રમુખ બીપીન વસાલીને અગ્રતા આપવામાં આવી છે.
ચુસ્ત કોંગ્રેસ આગેવાનોના નામ કમી કરી આગામી ર019 સાંસદ સીટ ચુંટણી માટે રાજકારણના ખેલાડી દ્વારા વિરોધના બીજ રોપવાનું કામ થઇ રહ્યાના કોંગ્રેસી વર્તુળમાં આક્ષેપો થયા છે.
અત્રે યાદ રહે કે બાબરા તાલુકા પંચાયત અને નગરપાલીકાના પ્રમુખ વરણીમાં સામાન્ય સીટ ઉપર બક્ષીપંચ સમાજના પ્રમુખો બેસાડી જીલ્લા ચોવડી દ્વારા પોતાની મનમાની કર્યાનો અને સેન્સ પ્રક્રિયા વિરૂઘ્ધ પદ આપ્યાના આક્ષેપો સમ્યા નથી સાથો સાથ બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાનો પદભાર સોંપાયા કોંગ્રેસ પાર્ટીની ગડમથલમાં પાર્ટી ગદારનું નામ મોખરે હોવાથી પણ અંદરો અંદર ટાંટીયા ખેંચ શરૂ થઇ છે.
સ્નેહમીલન કાર્યક્રમ બાદ બાબરા તાલુકાનું કોંગ્રેસી પ્રતિનીધી મંડળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના દ્વારા ટકોરા મારવા અને જીલ્લામાં ચુંટણીમાં બન્ને લગ્ને કુવારા એવા મોવડીની કરણી કથની વર્ણાવા જવા પામશે.
તાલુકાના ગ્રામ્ય કાર્યકરો દ્વારા હાલ તાલુકા પ્રમુખ તરીકે વિવેક સાકરીયાનું નામ આગળ ધરવામાં આવ્યું છે. પરંતુ અમુક સ્વાર્થી અને પોતાનું ધાર્યુ કરાવવા મથી રહેલા ચોવડી પોતાની પસંદગીના પ્રમુખ બેસાડવા તખ્તો ઘડી રહ્યાનું કોગ્રેસ અગ્રણી રાજુ ખાત્રોજા દ્વારા આક્ષેપ થયો છે.
પાર્ટીમાં સાથે રહી પાર્ટીના હિતશત્રુઓ અનેક મોભાદાર આગેવાનોને સાઇડ લાઇન કરી રહ્યા છે. અને કોંગ્રેસમાં દિન પ્રતિદિન વિરોધ વધી રહ્યો છે. આવા સમયે આ વિસ્તારના ધારાસભ્યથી વિરજી ઠુંમરનું અકળ મૌન સૌને અકળાવી રહ્યાનું જાણવા મળે છે.