રાયબરેલી: ઉમેદવારી નોંધાવીને સોનિયા ગાંધી બોલ્યા- 'કોઈ અજેય નથી, 2004માં વાજપેયીજી પણ હાર્યા હતાં'

  • રાયબરેલી: ઉમેદવારી નોંધાવીને સોનિયા ગાંધી બોલ્યા- 'કોઈ અજેય નથી, 2004માં વાજપેયીજી પણ હાર્યા હતાં'

રાયબરેલી: યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ રાયબરેલી લોકસભા બેઠકથી પાંચમીવાર ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે ' એવું નથી કે પીએમ નરેન્દ્ર મોદી  અજેય છે. 2004ના પરિણામને ભૂલતા નહીં. તેમણે કહ્યું કે વાજપેયી પણ અજેય હતાં પરંતુ અમે જીત્યાં હતાં.' અત્રે જણાવવાનું કે વર્ષ 2004માં રાજકીય વિશેષજ્ઞોના દાવાને ફગાવતા કોંગ્રેસે વાજપેયી સરકારને સત્તાથી દૂર કરી  હતી.