જામનગરમાં ધંધો બરાબર નહીં ચાલતા કપડાના ધંધાર્થીનો આપઘાત


સતાપરમાં માનસીક બિમારીથી કંટાળી તરુણીનો સળગી જઇ આપઘાત
જામનગર તા.10
જામનગરમાં રહેતા અને જુના કપડા વેંચી ગુજરાન ચલાવતા યુવાનનો ધંધો બરોબર ચાલતો નહી હોવાથી આથિક નબળી સ્થિતિના કારણે નુતન વર્ષના દિવસે જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.જામનગર ગોદડીયા વાસમાં રહેતા હસમુખભાઇ માવજીભાઇ ચૌહાણ (ઉ.વ.38) એ તા. 8-11 ના નુતનવર્ષના દિવસે જ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.હસમુખભાઇ જુના કપડા વેચવાનો ધંધો કરતા હતાં. પરંતુ ધંધો બરોબર ચાલતો નહી હોવાથી આર્થિક નબળી સ્થીતીના કારણે તેમણે આ પગલુ ભર્યુ હતું.
તરૂણીનું અગ્નિસ્નાન
જામજોધપુરના સતાપર ગામની તરુણીએ માનસીક બિમારીના કારણે અગ્નિ સ્નાન કરી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું હતું.સતાપર ગામમાં રહેતાી તેજલબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.14) એ માનસીક બીમારીના કારણે ગત તા. 6-11 ના અગ્નિસ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી જવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જયાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.