વાંકાનેર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તા.10
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પરના રાણેકપર ગામના બોડ પાસેના એક કારખાના પાછળથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર જાગી છે.
શહેર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણેકપર ગામના બોડ નજીક આવેલ ગીરનાર કારખાના પાસેના બાવળની ઝાંડીમાં કોઈ અજાણ્યો 40 થી 45 વર્ષનાં પુરૂષની લાશ પડી હોવાની જાણ રાણેકપર ગામના સરપંચ હુશેનભાઈ શેરસીયાએ શહેર પોલીસમાં કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડીગ ઈ હતી અને મૃતક યુવકની લાશને પી.એમ. માટે હોસ્પિટલે ખસેડી હતી.
આ લાશ બે દિવસ પહેલાની હોવાનું અને કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું હાલ પોલીસમાની રહી છે. તેમ છતા પીએમ રીપોર્ટ આવ્યાબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
હે.કો. નારણભાઈ રાવડીયાએ ધોરણસરના કાગળો કરી મૃતક યુવકના વાલીવારસની શોધખોળ શરૂકરી છે. અને તેના કોઈ વાલી હોય તો શહેર પોલીસ સ્ટેશન ફોન નં. 0228-220556 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે.