ફલ્લા નજીક કારે હડફેટે લેતા બે યુવાનના મોત

જામનગર તા.10
જામનગર-રાજકોટ ધોરી માર્ગે ફલ્લા ગામ નજીક દિવાળીના દિવસે જ ડબલ સ્વારી બાઈક સ્વારને મોટરકાર ચાલકએ હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર બંનેનાં મૃત્યુ નિપજયા હતા.
મુળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ જામનગર તાલુકાના ફલ્લા ગામની વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજુરી કામ કરતા જગાભાઈ સુરેશભાઈ વાસુનીયા નામનો 30 વર્ષનો આદિવાસી યુવાન પોતાના બાઈકમાં કરણસિંગ જંગલીયાભાઈ 25ને બેસાડીને દિવાળીના સપરમાં દિવસેસાંજે ફલ્લા ગામ નજીકથી પસાર થતા હતા. ત્યારે જી.જે.6એલ. ઈ. 1836 નંબરની હુન્ડાઈ મોટર કાર ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો.
અકસ્માતના આ બનાવમાં જગાભાઈ અને કરણસિંગ બંનેને ગંભીર ઈજા થતા બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા.
આ બનાવ અંગે નિલેષ સુરેશભાઈ વાસુનીયાએ પોલીસમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વીજશોકથી યુવાનનું મોત
લાલપૂર તાલુકાના ખાયડી ગામના નારણભાઈ રાયસીભાઈ ગાંજીયા 38 ગત સાંજે પોતાની વાડીમાં બોરમાંથી ઈલેકટ્રીક મોટર બહાર કાઢવાની કામગીરી કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતી વિજલાઈનને અડકી જતા વિજ શોક લાગવાથી તેમનું મૃત્યુ નિપજયું હતુ.