સાખડાસર 1 ના મુસ્લિમ યુવાનનું કેનાલમાં ડુબી જવાથી મોત

તળાજા તા.10
તળાજાના સાખડાસર 1 ગામના મુસ્લિમ યુવાન નવા વર્ષની બપોરએ ગામના સાથી મિત્રો સાથે નજીકની કેનાલમાં ન્હાવા ગયેલ હતો. સાથી મિત્રોની નઝર સામે જ મુસ્સિલ યુવાન પાણીમાં ગરકાવ થઇ જતા સ્થાનિક તરવીયા દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. પાણી કેનાલના બન્ધ કર્યા બાદ બીજે દિવસે સવારે યુવાનનો મૃત દેહ મળી આવ્યો હતો. મુસ્લિમ પરિવાર પર આવી પડેલ આપતી સમયે હિન્દુ યુવાનોએ કોમી એકતાની જ્યોતને વધુ પ્રજ્વીલત કરી હતી. કાળ ચક્રએ નવા વર્ષની શરૂઆત પણ જીલ્લામાં તળાજાથી જ કરી. કરૂણાતીકા ઉપજાવતી ઘટનાની મળતી વિગતો પ્રમાણે સાખડાસર 1 ગામનો પિતા સાથે કડીયા કામ કરતો યુવાન ઇમરાન યુનુસભાઇ ખોખરા (ઉ.વ.18) બેસતાં વર્ષને ગુરૂવારની બપોરએ ગામના અન્યચારેક મિત્રો સાથે જ મહાવાની મજા લુંટતો યુવાન થોડીજવારમાં પાણીમાં ગરકાવ થઇ જતા ગામના લોકોને જાણ થતાં જ ગામના મોટા ભાગના લોકો કેનાલ પર આવી તરવૈયાઓની મદદથી ડુબેલા મુસ્લિમ યુવાનની શોધમાં લાગી ગયા હતાં. પ્રશાસનને જાણ થતાં અલંગથી ફાયરની ટીમ પણ આવી હતી. અનેક તરવૈયા યુવાનોની શોધખોળ છતાંય ગરકાવ યુવાન ન મળી આવતા ડેમ પરથી પાણીનો પ્રવાહ તાલુકા પંચાયતના સદસ્ય ગજુભા સરવૈયાએ અધિકારીને જાણ કરી બન્ધ કરાવ્યો હતો. તળાજાથી પણ મુસ્લિમ સમાજના ફિરોઝભાઇ દસડીયા, મુસ્તાક મેમન, ફીરોઝભાઇ હાજીઅલી, સાખડાસરના મહાવીરસિંહ સરવૈયા સહિતના મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં.
બીજા દિવસે ભાઇ-બીજને શુક્રવારે યુવાન જ્યાં ગરકાવ થયો હતો તેની નજીકથી જ પાણી ઓછું થતાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મુસ્લીમ સમાજના આગેવાનોના જણાવ્યા પ્રમાણે નાનકડા સાખડાસર 1 ગામે સિપાહી મુસ્લિમ પરીવારનું એક જ ઘર છે. પરંતુ ગામના તમામ હિન્દુ યુવાનો ગ્રામજનો નવા વર્ષના તહેવારને છોડી મુસ્લિમ પરિવાર પર આવી પડેલી આફતને લઇ દોડી આવ્યા હતાં. કેટલાક યુવાનો માતાજીના દર્શને અને પીકનીક માણવા જતા હતા તેમણે ત્યાં ન જઇને યુવાનની શોધખોળમાં લાગી ગયા હતાં. ને હિન્દુ મુસ્લિમ એકતાની જ્યોતને વધુ પ્રજ્વલ્લિત કરી બતાવી હતી.