રાજકોટના કારખાનેદાર પાસે હાર્ડવેરનો માલ મંગાવી 24 લાખનો ધુમ્બો મારી દીધો

રાજકોટ તા.10
રાજકોટના મવડી ચોકડી પાસે શકિતનગરમાં રહેતાં મુળ સુરતના હર્ષિદ સુરેશભાઇ મારકણા નામના પટેલ કારખાનેદાર સાથે હાર્ડવેરની ચીજવસ્તુઓ મંગાવી 24.24 લાખ ન ચુકવી ઠગાઇ કરી ધમકી આપતા ઠગાઈની ફરિયાદ નોંધાવાઇ છે ભકિતનગર પોલીસે હર્ષિદ પટેલની ફરિયાદ પરથી કોઠારીયા બાયપાસ નજીક રહેતાં મુળ ભાડલાના હાર્દિક સુરેશભાઇ ડોબરીયા, અક્ષય સુરેશભાઇ ડોબરીયા અને હાલ સિલીગુડી રહેતાં રિતુલ રમેશભાઇ ધડુક સામે ગુનો નોંધ્યો છે.
હર્ષિદ પટેલે ફરિયાદમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓએ કાવત્રુ રચી ખોટુ નામ ધારણ કરી વેપારી તરીકે સંબંધો વિકસાવી મેટલ હેન્ડલ, કટન બ્રેકેટ, ક્ધસલી હેન્ડલ જેવા ફર્નિચરમાં ઉપયોગી પાર્ટસનો ઓર્ડર આપી પ્રારંભે રૃપિયા ચુકવી દીધા હતાં. એ પછી વધુ માલ મેળવવા ઓર્ડર આપ્યો હતો અને એકસીસ બેંકનો ખોટો સ્ટેમ્પ બનાવી બેંકની સ્લિપ પર તેનો ઉપયોગ કરી બીજી કોઇ વેપારી પેઢીના જીએસટી નંબરનો પોતાની પેઢીના નામે ઉપયોગ કરી 24,24,000નો માલ મંગાવી લીધો હતો. એ પછી ફરિયાદી હર્ષિદ પટેલે પૈસાની ઉઘરાણી કરતાં આ શખ્સોએ માલ પાછો મેળવવા જો પોલીસ ફરિયાદ કરીશ તો માલ કે પૈસા કંઇ નહિ મળે તારી તો સોપારી આપી દીધી છે...તેવી ધમકી આપી છેતરપીંડી કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. ડી. ધાંધલ્યા સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.