રિસામણે ગયેલી પત્ની પરત નહિ આવતા યુવાને ઝેર પી જિંદગી ટૂંકાવી


રાજકોટ તા.10
કુવાડવાના રાજગઢ ગામે રહેતાં જગદીશ બાબુભાઇ કાછીયા નામના કોળી યુવાને ભાઇબીજની સાંજે વાડીએ જંતુનાશક દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના ફતેસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો
તપાસ કરતા આપઘાત કરનાર યુવાન છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેની પત્નિ કેટલાક સમયથી રિસામણે જતી રહી હોઇ તે પાછી સાસરે ન આવતાં માઠુ લાગી જતાં તેણે આ પગલું ભર્યુ હતું.