નાલંદા તીર્થધામમાં આયંબિલ તપનો જામતો રંગ

  • નાલંદા તીર્થધામમાં આયંબિલ તપનો જામતો રંગ
  • નાલંદા તીર્થધામમાં આયંબિલ તપનો જામતો રંગ

રાજકોટ તા,11
ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ ભગવાનતુલ્ય પૂ. ઈન્દુબાઇ મહાસતીજી તીર્થધામમાં આજે ચૈત્રી આયંબિલ ઓળીના પ્રારંભે સવારે સમૂહજાપ સાથે 9:30 થી 10:30 વ્યાખ્યાન સમયે ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાખ્યાન સમયે પૂ. મહાસતીજીએ આયંબિલ તપનું મહત્વ સમજાવ્યું હતું તેમજ અંતરાત્મા જાગી ઉઠે તેવું ભાવવાળું મહાપ્રભાવક મહામાંગલિકનું જીવંત પ્રસારણ સંભળાવવામાં આવ્યું. તેનો લાભ પ્રાપ્ત કરી વિશાળ સમુદાયે ધન્યતા અનુભવી હતી. કારણ કે પૂ.મહાસતીજી ભગવાનતુલ્ય, વિશ્ર્વવિભૂતિ, ચારિત્રમાં ચૂસ્ત, મહાવ્રતમાં મસ્ત એવા મહાન અવધૂત યોગી હતા. માળા જેમનું મન હતું, સ્વાધ્યાય જેમનો શ્ર્વાસ હતો, જાપ જેમનું જીવન હતુ એવા પૂ. મોટા મહાસતીજીની સાધનાકુટિર જપ અને તપ કરવાથી પાપ ધોવાય છે. સર્વનું ભલું કરવાવાળા, સર્વનું હિત ઈચ્છનારા આવા પૂ.મોટા મહાસતીજીના તીર્થધામમાં અનેરો આયંબિલનો ભવ્યાતિભવ્ય માહોલ, નાલંદા તીર્થધામ આયંબિલમય બની ગયું છે. છેલ્લે દિવસે ‘વન-ડે’ આયંબિલ કરવી હોય તેમણે પોતાના પાસ નાલંદા તીર્થધામમાંથી મેળવી લેવા. સમગ્ર આયોજનની સફળતા માટે શ્રી નાલંદા સંઘ, શાલભિદ્ર ગ્રુપ તેમજ સોનલ સાહેલી ગ્રુપ સતત જહેમત ઉઠાવી રહ્યું છે. નાલંદા તીર્થધામમાં ઉપવાસની ઓળી અલાઉડ નથી. ફક્ત શુધ્ધ સાત્વિક આયંબિલ તપ જ અલાઉ છે. પધારો... પધારો... આયંબિલ તપમાં સુપર એ-1 શુધ્ધ-સાત્વિક-રસ પરિત્યાગ ભોજન પીરસવામાં આવશે. આજે મહામાંગલિકમાં અનેક ભાવિકોએ હાજરી આપી હતી. તીર્થધામ હેલે ચડ્યું છે.