ભાવનગરમાં લોહીયાળ પ્રારંભ : યુવકની હત્યા : આરોપીઓની કેબીનમાં તોડફોડ

  • ભાવનગરમાં લોહીયાળ પ્રારંભ  : યુવકની હત્યા : આરોપીઓની કેબીનમાં તોડફોડ
    ભાવનગરમાં લોહીયાળ પ્રારંભ : યુવકની હત્યા : આરોપીઓની કેબીનમાં તોડફોડ

ભાવનગર તા.10
ભાવનગરમાં નવા વર્ષની પ્રથમ રાત્રે જ ખુનનો બનાવ બનવા પામ્યો છે. શહેરનાપીલગાર્ડનના દરવાજા પાસેકોળી યુવાન ઉપર ચાર શખ્સોએ છરી પાઇપ વડે હુમલોકરી હત્યા કરી નાખી હતી. દરમ્યાન મૃતક યુવાનની અંતિમયાત્રા બાદ 10 થી 15 બહેનોનાટોળા એ આરોપીઓ પૈકી એક આરોપીના મામા ની કેબીનમાં તોડફોડ કરી પથ્થરોનો ઘા ઝીંકી નુકસાન પહોચાડયુ હતુ.
ખુનના આબનાવની વિગતોએવી છે કે બેસતા વર્ષની રાત્રે 10 વાગે શહેરના પીલગાર્ડનના દરવાજા બારસો મહાદેવની વાડીની સામે ઉભેલા વડવા ખીજડાવાળી શેરી ચૌહાણ ફળી માં રહેતાકોળી યુવાન ગોપાલભાઇ ધર્મેશભાઇ ડાભી ઉ.વ21 ઉપર 20 દિવસ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલી ઓ ઝઘડાની અદાવત રાખી રોયલ ધીરુભાઇ, ઇકબાલ અલીભાઇ બેલીમ, રીતેશ રાજુભાઇ ચૌહાણ અને કાનજીભાઇના પુત્રએ છરી અને તલવાર ના ઘા ઝીંકી દેતા લોહિયાળ દાવતે સર ટી. હોસ્પીટલ ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ. આ બનાવની જાણ થતાં જ ડી.વાય.એસ.પી ઠાકર એ ડીવીઝન પોલીસ એલ.સી.બી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
હત્યાના આ બનાવ અંગે મૃતકના પિતા ધમેીશભાઇ નટુભાઇ ડાભી એ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પાોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઇ.જે.જે. રબારી ચલાવી રહ્યાછે.
આરોપીનાં મામાના ઘરે અને કેબીનમાં મહિલાઓના ટોળાની તોડફોડ
હત્યાના આ બનાવ બાદ સવારે મૃતક યુવાનની અંતિમયાત્રા નીકળ્યા બાદ 10 થી15 બહેનો જેને માથે હતુ તેઓએ આરોપી પૈકી રીતેશના મામા પરેશભાઇ સુરેશભાઇ બેલાણીની કેબીનમાં તોડફોડ કરી તેના ઘરે પથ્થરોના ઘા ઝીંકી નુકશાન પહોચાડયુ હતું. આ બનાવથી વિસ્તારમાં તંગદીલી મચી જતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આબનાવ અંગે પરેશભાઇ સુરેશભાઇ બેલાણીએ 10 થી15 અજાણ્યા બૈરાઓ (મહિલાઓ) વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પો.સ.ઇ. એસ.આઇ. સુમરા ચલાવી રહ્યા છે.
બેસતા વર્ષની પહેલી રાત્રે જ શહેરમાં ખુનનાં બનાવથી પોલીસતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.