ઘૂઘરાના પૈસા માંગતા મારકૂટ કરનાર ચાર શખ્સો છરી, પાઇપ સાથે ઝડપાયા


રાજકોટ તા.10
શહેરના પોપટપરામાં ભાડાના મકાનમાં રહેતો પ્રેમચંદ્શ સોનપાલભાઇ ઠાકુર રેસકોર્ષ ગ્રાઉન્ડમાં હતો ત્યારે ઘૂઘરાના પૈસા માંગતા પ્રદિપ ઉર્ફ પદીયો, ગોૈતમ ધનજીભાઇ, વિક્કી ઉર્ફ હેન્ડલ અને સુરેશ ઉર્ફ સનીએ ગાળો દઇ છરી-પાઇપથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં ફરિયાદ નોંધાવતા પ્રનગર પીઆઇ કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ રાઠોડ સહિતના સ્ટાફે હુમલાખોર ટોળકીને રીક્ષા, છરી અને લોખંડના પાઇપ સાથે દબોચી લીધા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી