કાશ્મીરમાં 72 કલાકમાં આતંકી હુમલાની દહેશત

  • કાશ્મીરમાં 72 કલાકમાં આતંકી હુમલાની દહેશત

જમ્મુ તા.11
પૂરા જમ્મુ કાશ્મીરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોઈ પણ મહત્વપુર્ણ સ્થાન પર આઈઈડીથી ભરેલી સ્કોર્પિયો લઈને સ્યુસાઈડર આતંકવાદી હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીના એલર્ટ પછી સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગુપ્તચર સુત્રોના કહેવા મુજબ કાશ્મીર ઘાટીના સીમાવર્તી ક્ષેત્રોના બે ગાઈડોને ફિદાયીન હુમલો કરવામાં મદદ કરવા સજ્જ કરાયા છે. આગલા 48 થી 72 કલાકની અંદર આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને સીઆરપીએફની ટુકડીઓને ગુપ્તચર એજન્સીના રીપોર્ટને લઈને વધારે પડતા સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ એલર્ટ પછી બધા ક્યુઆરટી (ક્વિક એક્શન ટીમ્સ)ને સેન્સેટીવ 
જગ્યાઓ પર સજ્જ કરી દેવામા આવી છે. અને નેશનલ હાઈવે નક્કસ અને બાઈલાસ નાકાને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.