વલભીપુર હાઈવે પર જોખમી પુલ ગંભીર અકસ્માત સર્જી શકે

  • વલભીપુર હાઈવે પર જોખમી પુલ ગંભીર અકસ્માત સર્જી શકે

વલભીપુરમાંથી પસાર થતાં ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ ગોદાવરી નદીનાં પુલ પરની લોખંડની ગ્રીલ છેલ્લાં દોઢ વર્ષથી તુટેલી છે. તેમાં વલભીપુર થી અમદાવાદ તરફ જતાં ડાબી તરફતો આશરે 10 થી 15 ફુટ જેટલી ગ્રીલનાં કોઇ ઠેકાણા જ નથી. અને તેની આગળની તરફ તો પતરાનાં ડબ્બામાં રેતી ભરીને ગ્રીલ ટકાવી રાખવાનો થુકના સાંધા સમાન પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો વાહન ચાલકે ગફલત કરી તો વાહન સીધુ 25 ફુટ ઉંડા નદીનાં પટમાં ખાબકી શકે છે. માત્ર વાહન ચાલક નહીં રસ્તે પસાર થતાં રાહદારી પણ જો સાવચેત ન રહે તો તે પણ સીધા નદી પટમાં પડી જાય તેવી સ્થિતી છે. આ લોખંડ ગ્રીલ ફીટ કરવા માટે તંત્રને અવાર નવાર રજુઆતો કરી છે. હવે તો આ પુલની આસપાસ દુકાનો તેમજ રહેણાંકી મકાનો પણ બનતા વિસ્તારમાં લોકોની પણ આવન જાવન સતત રહેતી હોય. આ તુટેલી ગ્રીલ તાકીદે રીપેરીંગ કરવી જરૂરી બની છે. તસવીર નિખીલ દવે