કાજલી ગામે વાહને બાઈકને હડફેટે લઈ લેતાં યુવાનનું મોત

  • કાજલી ગામે વાહને બાઈકને હડફેટે લઈ લેતાં યુવાનનું મોત

વેરાવળનાં કાજલી પાસે આજે બાઈક લઇને જતાં તે અને તેનો મિત્ર ને કોઇ અજાણ્યા વાહને ઠોકર મારી દેતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

પ્રભાસ પાટણ મા રહેતો શબ્બીર, નુરમમદ ભાદરકા સોનારીયા લાદીની દુકાનમા કામ કરતો હતો ત્યારે આજે સાંજના 7:30 વાગ્યે ની આસપાસ તે અને લાદી ની દુકાનમા કામ કરતો તેનો મિત્ર બંને બુધવારે પોતાની જી-જે-32-એ-9198 લઈને કાજલી પાસે મોટરસાયકલ લઇને રીપેરીંગ કરી અને જતાં હતાં તેઆ સમય કાજલી પાસે સામે આવતાં કોઈ છોટા હાથી ગાડી એ સામે થી હડફેટે લઇ લેતા આ મોટરસાયકલ સવાર શબ્બીર નુરમમદ ભાદરકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેમના મિત્રને આંગળીમાં ઈજા પહોંચી હતી. જેને ૧૦૮ દ્વારા વેરાવળ સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા વેરાવળ મરીન પોલીસ બનાવની તપાસ હાથ ધરી છે.