દિવાળીના મીની વેકેશનમાં સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવતા લાખો શ્રઘ્ધાળુઓ

  • દિવાળીના મીની વેકેશનમાં સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવતા લાખો શ્રઘ્ધાળુઓ
    દિવાળીના મીની વેકેશનમાં સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવતા લાખો શ્રઘ્ધાળુઓ
  • દિવાળીના મીની વેકેશનમાં સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવતા લાખો શ્રઘ્ધાળુઓ
    દિવાળીના મીની વેકેશનમાં સોમનાથ મહાદેવને શિશ ઝુંકાવતા લાખો શ્રઘ્ધાળુઓ

વેરાવળ તા.10
ગીર-સોમનાથ જીલ્લાના પ્રખ્યા-ત એવા સોમનાથ, સાસણ અને દિવ જેવા પર્યટન સ્થળોએ દિપાવલી અને નવાવર્ષના તહેવારના મીની વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટયા હોય તેવો નજારો સર્વત્ર સ્થ-ળોએ જોવા મળી રહેલ અને તમામ પર્યટન સ્થળોએ આવેલ હોટલો, રેસ્ટોરન્ટો, લારી-ગલ્લાઓમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળતી હતી. જીલ્લાના પ્રવેશદ્રાર સમા વેરાવળ નજીક આવેલ ડારી ટોલબુથ પર તો મીની વેકેશનના દિવસો દરમ્યોન દરરોજ વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી. દેશ-વિદેશના દુર દુરથી અત્રે આવેલ પ્રવાસીઓ મીની વેકેશનની ભરપુર મોજ માણતા નજરે પડતા હતા અને યાત્રાઘામ સોમનાથ મંદિરની બેસતા વર્ષથી ત્રણેક દિવસ દરમ્યાવન એક લાખથી વઘુ સહેલાણીઓએ મુલાકાત લઇ મહાદેવને શીશ ઝુકાવ્યુબ હોવાનું જાણવા મળેલ છે.
ચાલુ વર્ષે જીએસટીની મારના કારણે વેપાર-ઘંઘામાં મંદીનો માહોલ દિવાળી પર્વે વર્તાયેલ હોવાની વાત વેપારીવર્ગ કરી રહેલ અને દિવાળી પર્વના ગણતરીના જ દિવસોમાં બજારોમાં ઘરાકી નિકળી હોવાનો સુર વ્ય્કત થઇ રહેલ હતો. બીજી તરફ દિવાળી પર્વના મીની વેકેશનમાં ગીર સોમનાથના જગવિખ્યાીત સોમનાથ મંદિર, એશિયાટીંક સિંહોના રહેઠાણ એવા સાસણ, તુલસીશ્યાામ અને સંઘ પ્રદેશ દિવ જેવા પર્યટન સ્થમળોએ અને તે તરફ જતા તમામ હાઇવે પર પ્રવાસીઓ જ મોટી સંખ્યાવમાં નજરે પડતા હતા. આ મીની વેકેશનમાં બેસતા વર્ષના દિવસથી સોમનાથ, સાસણ અને દિવની ટુરીસ્ટ સર્કીટમાં દેશના અન્ય રાજયોના તથા વિદેશી સહેલાણીઓનો પ્રવાહ મોટી સંખ્યામાં ઉમટી પડતા તમામ સ્થળોએ હોટલો-ઘર્મશાળાઓ પર હાઉસફુલના પાટયા લાગી ગયા હતા તો રેસ્ટોરરન્ટોામાં અને ઘાબાઓ પર સહેલાણીઓના ઘસારાના લીઘે વાનગીઓ ખુટી પડી હતી.
સમુદ્ર કિનારે સમુદ્રમાં જવા પર પ્રતિબંઘનો સામુહીક ઉલાળીયો......
યાત્રાઘામ સોમનાથ સમીપે આવેલ અરબી સમુદ્રમાં ન્હાવા કે પગ બોળવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ વહીવટી તંત્રએ બહાર પાડેલ જે અમલમાં છે. હાલ ચાલી રહેલ દિવાળીના મીની વેકેશન અનુસંઘાને યાત્રાધામ સોમનાથમાં યાત્રીકોનું ઘોડાપુર ઉમટેલ નજરે પડી રહેલ છે ત્યારે તંત્રએ સોમનાથના સમુદ્ર કીનારે દરીયામાં પગ બોળવા કે ન્હાવા પર પ્રતિબંઘનું લગાવેલ જાહેરનામુ શોભાના ગાઠીયા સમાન હોય તેમ ખુલ્લેઆમ તેનો ભંગ થતો હોય તેમ આજે મોટી સંખ્યામાં યાત્રીકો સમુદ્રમાં સ્નાન કરતા અને બીંદાસ્ત મોજ મસ્તી કરતા કેમેરામાં કેદ થયા છે ત્યારે જાહેરનામાની સુચના બાદ પણ દરીયાકિનારે ચુસ્ત બંદોબસ્ત હોય તેવું કાંઇ જોવા જાણવા મળતુ ન હતુ.