IPL 12: મહેન્દ્રસિંહ ધોનીએ આ બે દિગ્ગજ ખેલાડીઓની સરખામણી દારૂ સાથે કરી

  • IPL 12: મહેન્દ્રસિંહ ધોનીએ આ બે દિગ્ગજ ખેલાડીઓની સરખામણી દારૂ સાથે કરી

કોલકાતા નાઇટ રાઇડર્સની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં કોલકાતા સામે જીત મેળવ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે હરભજન સિંહ અને ઇમરાન તાહિર જૂના દારૂની જેમ સતત તૈયાર થઇ રહ્યા છે અને તેમણે ફરી સાબિત કરી દીધું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. મેચ બાદ ધોનીએ કહ્યું કે, “ઉંમરે તેમની(હરભજન અને તાહિર)ની તરફ છે. તેઓ વાઇનની જેવા છે અને સતત પરિપક્વ થઇ રહ્યા છે. ભજ્જીએ જેટલી પણ મેચ રમી છે તેમાં દમદાર પ્રદર્શન કર્યું છે. મને જ્યારે પણ જરૂર જણાઈ છે ત્યારે મે ઇમરાન પર ભરોસો કર્યો છે અને તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે.”