હવે યુકેમાં થઇ પીએનબી સાથે 271 કરોડની છેતરપિંડી: કોર્ટમાં ધા

  • હવે યુકેમાં થઇ પીએનબી સાથે 271 કરોડની છેતરપિંડી: કોર્ટમાં ધા
    હવે યુકેમાં થઇ પીએનબી સાથે 271 કરોડની છેતરપિંડી: કોર્ટમાં ધા

નવી દિલ્હી, તા.10
પંજાબ નેશનલ બેંક સાથે 271 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. બેંકની યુકેની સહાયક કંપની પાસેથી ડમી દસ્તાવેજો દેખાડીને 3.7 મિલિયન ડોલરની લોન લેવામાં આવી હતી. હવે આ લોનની વસૂલી માટે બેંકે કોર્ટના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે.
પીએનબીએ આ મામલે 5 ભારતીયો, 1 અમેરિકન અને 3 કંપનીઓ પર કેસ કર્યો છે અને કોર્ટમાં દલીલ આપી છે કે આ લોકોએ ખોટા દસ્તાવેજો બેલેન્સ શીટ દેખાડીને કુલ 3.7 કરોડ ડોલર એટલે કે 271 કરોડ રૂપિયાની લોન લીધી હતી. યુકે કોરટમાં દાખલ કરવામાં આવેલ આ કેસમાં બેંકનું કહેવું છે કે બેંકને ખોટાં અને બનાવટી દસ્તાવેજો દેખાડીને લોન લેવામાં આવી હતી.
બેંકનું કહેવું છે કે આ લોકોએ સાઉથ કેરોલિનામાં ઓઈલ રિફાઈનિંગ યૂનિટ લગાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ વિકસિત કરવા અને તેને વેચવા માટે લોન લીધી હતી.
લોન માટે એમણે પોતાની બેલેન્સ શીટમાં ખોટા ઉમેરા કરીને દેખાડી હતી અને આ પ્રોજેક્ટ વિશે પણ ખોટા આંકડા રજૂ કર્યા હતા.