કર્ણાટકમાં ટિપુ સુલતાનની જયંતી મામલે 144ની કલમ લાગુ


બેગ્લુરુ તા.10
કર્ણાટકમાં ટીપુ સુલતાનની જન્મ જયંતિ મનાવવા મામલે હંગામો યથાવત છે. કર્ણાટક સરકાર ર016 થી ટીપુ સુલતાનની જન્મ જયંતી મનાવે છે. જ્યારે ભાજપે આ કાર્યક્રમને બાધિત કરવાની ધમકી આપી છે. જેમાં બાદ હુબલી, ધારવાડ,શિવમોગ્ગા સહિત કર્ણાટકના અનેક શહેરોમાં 144 ની કલમ લાગુ કરવામાં આવી છે. આ વખતે જયંતી પર અનેક કાર્યક્રમો યોજવાની યોજના છે.
ભાજપે બેગ્લુર મૈસુર, કોડાગુ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરેલ. આજે અને આવતી કાલે સવારે 6 થી 7 વાગ્યાથી બન્ને શહેરોમાં કર્ફ્યુ લગાવાય છે.