લોકસભા ચૂંટણી 2019 પહેલા તબક્કાનું મતદાન ચાલુ, 1 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડની 5 સીટ પર 41.27% મતદાન

  • લોકસભા ચૂંટણી 2019 પહેલા તબક્કાનું મતદાન ચાલુ, 1 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડની 5 સીટ પર 41.27% મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પ્રથમ તબક્કામાં માટે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 8 સીટ પર મતદાન થઈ રહ્યું છે, જ્યાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.32 ટકા મતદાન નોંધાયું છે. મેઘાલયમાં 27 ટકા મતદાન થયું. પ્રથમ તબક્કામાં 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાન થવાનું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતાઓ કરશે. તેમાં 7 કરોડ 21 લાખ પુરુષ મતદાતા અને 6 કરોડ 98 લાખ મહિલા મતદાતા છે. તેમના માટે કુલ 1.70 લાખ મતદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. આજે જે 91 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 33 સીટો પર બીજેપી અનેકોંગ્રેસની સીધી ટક્કર છે.