હાશ! મેઘરાજાને ‘અલનિનો’ નહીં નડે!

  • હાશ! મેઘરાજાને ‘અલનિનો’ નહીં નડે!

અલ નિનો અંગે હવામાન ખાતાને છેલ્લા થોડા સમયથી જે ચિંતા હતી તે ટળી ગઇ છે. દેશના હવામાન ખાતાના અંદાજ મુજબ આ વર્ષે અલ નિનોનો ખતરો ટળવા ચોમાસુ ઘણુ સારુ જાય તેવી શકયતા છે. ઇન્ડીયા મિટિયોરોલોજીકલ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ અલ નીનો નબળુ પડી ગયું છે અને તેને કારણે દેશના પશ્ર્ચિમ વિસ્તારમાં ચોમાસુ નબળુ જવાનો જ ખતરો તોળાતો હતો તે ઘટી ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં અડધાથી વધુ ખેત ઉત્પાદન ચોમાસાના વરસાદ પર નભે છે.
નામ ન આપવાની શરતે આઇએમડીના અધિકારીએ જણાવ્યું, અલ નિનોની પરીસ્થિતિ નબળી પડી ગઇ હોવાનું જોવા મળ્યું છે. હવે તે લાંબો સમય નહીં ટકે અને લાગતું નથી કે તેની ચોમાસા પર કોઇ મોટી અસર પડે. તેમણે જોયું કે પેસીફીક મહાસાગરની હવામાન પર અસર અંગે ખાતુ ચાંપતી નજર રાખી રહ્યું છે. ગયા મહિને યુએસની એજન્સીઓએ આગાહી કરી હતી કે અલ નિનોની અસર આખો ઉનાળો રહેવાની શકયતા 60 ટકા જેટલી વધારે છે. આ કારણે ભારતમાં ચોમાસુ નબળુ જવાનો ડર ફેલાઇ ગયો હતો. અલ નિનો એટલે સમુદ્રની સપાટીનું તાપમાન અજુગતી રીતે વધી જવાની ઘટના.