ગોંડલ કારખાનેદારને યુવતીની પજવણી મોંઘી પડી, પગે લાગીને છૂટકારો મેળવ્યો

  • ગોંડલ કારખાનેદારને યુવતીની પજવણી મોંઘી પડી, પગે લાગીને છૂટકારો મેળવ્યો

ગોંડલ: ગોંડલ શહેરના નાગડકા રોડ ઉપર પરિણીત કારખાનેદારે કોમ્પ્યુટર ઓપરેટીંગનું કામ કરતી યુવતીને મોહપાશમાં ફસાવવા મોબાઈલ ફોન પર 45 મિનિટ સુધી મીઠી મીઠી વાતો કરી હતી. તેમ છતાં પણ યુવતી કારખાનેદારના મોહપાશમાં ન ફસાતા કારખાનેદાર દ્વારા યુવતીને આર્થિક ભીંસમાં લેવા છેલ્લા કેટલાક મહિનાનો પગાર પણ રોકી રાખવામાં આવ્યો હતો. આથી આ મામલો સિટી પોલીસ મથકમાં પહોંચવા પામ્યો હતો. યુવતી દ્વારા 45 મિનિટની ઓડિયો ક્લિપ પોલીસમાં રજૂ કરાઈ હતી. યુવતી પોલીસ મથકે પહોંચી હોવાની જાણ કારખાનેદારને થતા જ તુરંત જ સમાધાન કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. તુરંત જ યુવતીને હાથ-પગ જોડી પગાર ઉપરાંત મોટી રકમ પણ આપી હતી.