હવે શેર ટ્રેડિંગના ડિમેટ એકાઉન્ટ પર વાર્ષિક 1 લાખ રૂપિયા સુધી શેર રાખવા પર કોઈ ચાર્જ લાગશે નહિ

  • હવે શેર ટ્રેડિંગના ડિમેટ એકાઉન્ટ પર વાર્ષિક 1 લાખ રૂપિયા સુધી શેર રાખવા પર કોઈ ચાર્જ લાગશે નહિ

નવી દિલ્હીઃ સેબીએ બેઝિક સર્વિસ ડીમેટ એકાઉન્ટના વાર્ષિક મેન્ટેનન્સના દરોમાં ફેરફાર કર્યો છે. તે મુજબ બેઝિક ડિમેટ એકાઉન્ટથી 1 લાખ રૂપિયા સુધીની ડેટ સિક્યોરિટી(બોન્ડ) રાખવા પર વાર્ષિક મેન્ટેનન્સ ફીસ લાગશે નહિ. એકથી બે લાખ રૂપિયાની ડેટ સિક્યોરિટી રાખવા પર 100 રૂપિયા લાગશે. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે. આ પગલું ડેટ માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા માટે ઉઠાવવામાં આવ્યું છે. આજે જે દરો છે તે મુજબ 50 હજાર રૂપિયા સુધીની સિક્યોરિટી રાખવા પર કોઈ ચાર્જ લાગતો નથી. 50 હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા સુધીની સિક્યોરિટી રાખવા પર વાર્ષિક 100 રૂપિયા આપવાના હોય છે.