દિલ્હીથી કંધાર જતું વિમાન થયું હાઇજેક ! પાયલોટની ભુલથી !!

  • દિલ્હીથી કંધાર જતું વિમાન થયું  હાઇજેક ! પાયલોટની ભુલથી !!
    દિલ્હીથી કંધાર જતું વિમાન થયું હાઇજેક ! પાયલોટની ભુલથી !!

નવીદિલ્હી, તા.10
કંધાર જઈ રહેલ એક વિમાનના પાયલોટે શનિવારે દિલ્હી એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે ભૂલથી હાઈજેકનું બટન દબાવી દીધુ. તે પછી તરત જ સુરક્ષા અધિકારીઓને તપાસ માટે મોકલી પણ દેવામા આવ્યા હતા. એવા સમાચાર મળી રહ્યાં છે કે, પાયલોટ ઉડાન ભરે તે પહેલા તેને આ ભૂલ કરી દીધી.
સૂત્રો અનુસાર તપાસ બાદ એરિયાના અફઘાન એરલાઈન્સની આ ફ્લાઈટને રવાના કરવામા આવી. આમા લગભગ બે કલાક લેટ થઈ ગઈ. જોકે, આ વિશે કોઈ તાત્કાલિત સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર હાઈજેકનું બટન દબાઈ જવાના કારણે એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. સમાચાર એજન્સી ભાષા અનુસાર નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) અને આતંકવાદ વિરોધી ફોર્સ સહિતની અન્ય એજન્સીઓને એલર્ટ પર થઈ
ગઈ હતી.
તેમણે કહ્યું કે, એનએસજી કમાન્ડો અને અન્ય એજન્સીઓના અધિકારીઓએ પરિસ્થિતિ પર ઝડપી પ્રતિક્રિયા કરી અને વિમાનને ચારેય તરફથી ઘેરી લીધો હતો. આનાથી મુસાફરો વચ્ચે ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો.
લગભગ બે કલાકની તપાસ બાદ વિમાનને ઉડાન ભરવાની પરવાનગી આપવામા આવી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિમાને 124 યાત્રીઓ અને 9 ક્રૂ મેમ્બર સાથે દિલ્હીથી કંધારની ઉડાન ભરવા માટે 3.30 વાગે ટેકઓફ કર્યું હતુ.