આસામમાં હોસ્પિટલમાં મોતનો પોકાર 6 દિવસમાં 1પ નવજાતના મૃત્યુ

  • આસામમાં હોસ્પિટલમાં મોતનો પોકાર 6 દિવસમાં 1પ નવજાતના મૃત્યુ
    આસામમાં હોસ્પિટલમાં મોતનો પોકાર 6 દિવસમાં 1પ નવજાતના મૃત્યુ

ગૌહાટી, તા.10
આસામની એક હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનું તાંડવ શરૂ થઈ ગયું છે. આસમના ઝોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જેએમસીએચ)માં લગભગ છ દિવસમાં ઓછામાં ઓછા 15 નવજાત શિશુઓના મોત થઈ ગયા છે. જો કે, રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તેની તપાસ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલશે.
અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. હોસ્પિટલના સંચાલકોએ પણ આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવી છે.
જેએમસીએચના અધ્યક્ષ સૌરભ બોરકાકોટીના જણાવ્યાં અનુસાર, નવજાત શિશુનુ ખાસ ધ્યાન રાખવામાં આવતા વોર્ડમાં છ દિવસમાં બાળકોની મોત થયા છે. બોરકાકોટીએ દાવો કર્યો છે કે, આ મોત ડોક્ટકો અને હોસ્પિટલની બેદરકારીને કારણે નથી થયા. તેમને કહ્યું, ક્યારેક ક્યારેક હોસ્પિટલનાં આવતા દર્દીની સંખ્યા વધારે હોય છે એટલા માટે મરનારા નવજાત શિશુઓની સંખ્યા વધારે હોય શકે છે. આ તે બાબત પર આધાર રાખે છે કે દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લાંબા સમય સુધી દુ:ખાવો થયા પછી ગર્ભવતી મહિલાને અહીં લાવવામાં આવે અથવા બાળકનું વજન ઓછુ હોય. આ પરિસ્થિતિના કારણે પણ નવજાત શિશુઓના મોત થઈ શકે છે.
આસામના આરોગ્ય મંત્રી હિમંતા વિસ્વ શર્માએ કહ્યું કે ઝોરહાટમાં એક ટીમ મોકલવામાં આવી છે, જેમાં યૂનીસેફનાં સભ્યો પણ છે, જે આ મામલાની તપાસ કરશે અને રિપોર્ટ આપશે. હોસ્પિટલે આ મૃત્યુની તપાસ માટે છ સભ્યોની એક સમિતિ પણ બનાવી છે. તેમજ એવું જણાવામાં આવી રહ્યું છે કે, સરેરાશ જેએમસીએચ 40 નવજાત શિશુ એડમિટ થાય છે, જેમાંથી 6 નાં મૃત્યુ થાય છે. છેલ્લા સપ્તાહમાં 84 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 15ના મૃત્યુ થઈ
ગયા છે.