રાજકોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પ્રસારિત તસવીરો ઝીલવા માટે લાઇવ ડેમો અપાશે

  • રાજકોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી પ્રસારિત તસવીરો ઝીલવા માટે લાઇવ ડેમો અપાશે

રાજકોટ:પૃથ્વી પર માનવીને હવે વીજળી કે ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના કરવી અઘરી છે. તેમાંય હવે સોશિયલ મીડિયાના આગમન બાદ તો સંદેશા વ્યવહાર પ્રચંડ ઝડપી બન્યો છે. ત્યારે માનો કે સંદેશાવ્યવહારના તમામ માધ્યમો ઠપ થઇ જાય તો શું? આવા સંજોગોમાં આપણા માટે એક માત્ર આધાર છે હેમ રેડિયો. જો કે, હવે હેમ રેડિયો એ ફક્ત શ્રાવ્ય માધ્યમ નથી રહ્યું બલ્કે તેના મારફતે હવે છેલ્લા કેટલાક વર્ષોથી તસવીરો પણ મોકલી શકાય છે, તે પણ છેક અંતરીક્ષમાંથી. આ કળાનું રાજકોટમાં ખગોળ જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ 12મીએ જીવંત નિદર્શન મેળવી શકશે.