રાજકોટ કોંગ્રેસના કાર્યકરનો ભાઇ જુગારમાં ઝડપાતા ચૂંટણીનો ખાર રાખી પોલીસે ઢોર માર માર્યાનો ઉમેદવાર કગથરાનો આક્ષેપ

  • રાજકોટ કોંગ્રેસના કાર્યકરનો ભાઇ જુગારમાં ઝડપાતા ચૂંટણીનો ખાર રાખી પોલીસે ઢોર માર માર્યાનો ઉમેદવાર કગથરાનો આક્ષેપ

  • કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સિવિલ હોસ્પિટલ દોડી ગયા   
રાજકોટ: રાજકોટમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વીંછિયા તાલુકાના કોંગ્રેસના કાર્યકરનો ભાઇ જુગારમાં ઝડપાતા પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા કર્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં કાર્યકરના ભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાતા કગથરા હોસ્પિટલ દોડી ગયા હતા. સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ દોડી ગયા હતા.