ધોરાજીની નિપા અને ગોંડલની દેવાંગીને 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીનાં હાથે એવોર્ડ એનાયત

  • ધોરાજીની નિપા અને ગોંડલની દેવાંગીને 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીનાં હાથે એવોર્ડ એનાયત

રાજકોટ:સુરતમાં આયોજીત 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાએ એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક અને નિપા અંટાળા દ્વારા એક દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાને મળ્યો હતો. આ એવોર્ડ બોલીવુડ હિરોઇન શિલ્પા શેટ્ટીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં 99 જેટલા પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો.