નવા શૈક્ષણિક સત્રના પુસ્તકોમાં 80%નો ભાવવધારો

  • નવા શૈક્ષણિક સત્રના પુસ્તકોમાં 80%નો ભાવવધારો

રાજકોટ તા,11
નવા શૈક્ષણિકસત્ર જૂન 2019માં શરુ થતી શાળાઓ પહેલા વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણી શાળાઓએ ફીમાં બેફામ વધારો કર્યો છે. ધોરણ - 10 અને 12ના વિજ્ઞાન પ્રચારના પુસ્તકોમાં 300 ટકા જેટલો તોતિંગ વધારો કર્યો છે. જ્યારે ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકોમાં પણ 80થી 100 ટકા સુધીનો બેફામ વધારો કરી દેવામાં વાલીઓ પર વધુ એક બોઝ નોંધ્યો છે ત્યારે નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકોમાં ભાવ વધારો વાલીઓની કમર તોડી નાંખશે.
ધોરણ 12 સાયન્સ અંગ્રેજી માધ્યમમાં પુસ્તકોના ભાવમાં 300% સુધી વધ્યા છે. જ્યારે ધોરણ 10 ગુજરાતી - અંગ્રેજી માધ્યમમાં ગણિત - વિજ્ઞાન વિષયમાં 50 ટકાથી વધુનો વધારો. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે કર્યો છે. હજુ તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યા નથી. નવા પુસ્તકો જે આવ્યા છે તેમાં ભૌતિક વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ મળી ભાવ રૂા.937 થયા છે. જે હાલ આ વર્ષ સુધી ચાલતા હતા તે પુસ્તકોની કિંમતમાં અચાનક વધારો કરી દેવામાં આવ્યો છે.