પોરબંદરમાં વિશ્ર્વ વિખ્યાત મુસ્લીમ ધર્મગુરૂનું જિલ્લા શિવસેના દ્વારા સન્માન

પોરબંદર તા.11
પોરબંદરમાં પંજેતની કમીટી દ્વારા મુસ્લીમોના વિશ્ર્વ વિખ્યાત ધર્મગુરૂ સૈયદ હાશમીમીંયાના કાર્યક્રમનું પોરબંદર ખાતે આયોજન કરાયું હતું. કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો લઈ પોરબંદરમાં આવેલા આ મુસ્લીમ ધર્મગુરૂનું શિવસેના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં પંજેતની કમીટી દ્વારા પોરબંદરની ચોપાટી ખાતે મુસ્લીમોના વિશ્ર્વ વિખ્યાત ધર્મગુરૂ સૈયદ હાશમીમીંયાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સૈયદ હાશમીમીંયાના ભારત સહીત દેશ-વિદેશમાં કરોડો અનુયાયીઓ છે અને અમન, કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે તેઓએ 130 થી વધુ દેશોનો પ્રવાસ કર્યો છે. ત્યારે પોરબંદર ખાતે પધારેલા આ ધર્મગુરૂનું પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા સ્વાગત કરાયું હતું. ઉપરાંત ગોસાબારા માછીમાર સમાજ અને અન્ય અગ્રણીઓ દ્વારા પણ તેઓનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દેવેન્દ્ર પંડ્યા, રાજુભાઈ ગોટેચા, શાસ્ત્રી રમેશભાઈ રાજ્યગુરૂ તથા ગોસાબારાના માછીમાર સમાજના આગેવાન લાખાભાઈ મછીયારા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધર્મગુરૂના સમગ્ર વિશ્ર્વમાં એકતા અને ભાઈચારાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમની કામગીરીને આવકારી હતી.