લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો

  • લોકસભા ચૂંટણી 2019: આ બેઠક પર સૌની નજર, જ્યાં CMની પુત્રીને હરાવવા મેદાને પડ્યાં છે 178 ખેડૂતો

નિઝામાબાદ (તેલંગણા): તેલંગણામાં 17 લોકસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. પરંતુ નિઝામાબાદમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને જોતા બધાની નજર આ સીટ પર ટકેલી છે. દરેક બૂથ પર 12 ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. કુલ 26,000 ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં ઈવીએમનો ઉપયોગ એક બેઠક માટે વિક્રમ સર્જી શકે છે અને ગીનિસ બુકમાં પણ સામેલ થઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી રજતકુમારે કહ્યું કે દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને પગલે મોટી સંખ્યામાં ઈવીએમનો ઉપયોગ થઈ રહ્યો છે.  નિઝામાબાદ સીટ માટે 185 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 178 ખેડૂતો છે જે હળદર અને લાલ જુઆર માટે પારિશ્રમિક મૂલ્ય અને નિઝામાબાદમાં એક હળદર બોર્ડની સ્થાપનાની માગણીના સમર્થનમાં ચૂંટણીના મેદાનમાં કૂદી પડ્યા છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ના અધ્યક્ષ અને મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતા અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે.