મતદારો સાથે આજે સાંજે ગોષ્ઠી કરશે ચેતેશ્ર્વર પુજારા

  • મતદારો સાથે આજે સાંજે ગોષ્ઠી કરશે ચેતેશ્ર્વર પુજારા

રાજકોટ તા. 11
લોકસભા ચુંટણીના મતદાન આડે 13 દિવસ બાકી બચ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવા ભારતીય ક્રિકેટ ટીમ ના ખેલાડી અને ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્ર્વર પૂજારા આજે બપોર પછી રાજકોટના સિનિયર સિટિઝનો સાથે વાર્તાલાપ કરશે
અધિક કલેકટર પરિમલ પંડયાના જણાવ્યા મુજબ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદારો સો ટકા મતદાન કરે તે માટે તેમજ 
વયોવૃધ્ધ મતદારો પણ લોકશાહીમાં પોતાનો કિંમતી મત આપે તે માટે મતદાન જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. શાળા કોલેજો સહિત વિવિધ સંસ્થાઓમાં શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.
આજે સાંજે કાલાવડ રોડ પર ટી-પોસ્ટ ખાતે ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્ર્વર પૂજારા સિનિયર સિટિઝન સાથે મતદાન અંગે ચર્ચા કરશે આ કાર્યક્રમ દરમ્યાન જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, અધિક કલેકટર પરિમલ પંડયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલ સહિતના અધિકારીઓ હાજર રહેશે.