સૌરાષ્ટ્રના ધાર્મિક, હરવા ફરવાના સ્થોએ માનવ મહેરામણ ઉમટયું

  • સૌરાષ્ટ્રના ધાર્મિક, હરવા ફરવાના  સ્થોએ માનવ મહેરામણ ઉમટયું
    સૌરાષ્ટ્રના ધાર્મિક, હરવા ફરવાના સ્થોએ માનવ મહેરામણ ઉમટયું

રાજકોટ તા.10
સમગ્ર સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારોમા ખાસ કરીને બુધવારથી રવિવાર સુધી પાંચ દિવસનું મીની વેકેશન મળતા હરવા ફરવાના ને ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાઈ પડતા આવી જગ્યામાં આવેલી હોટેલો , રેસ્ટોરન્ટો, ધર્મશાળાઓવાળાને તડાકો બોલી ગયો હતો.
ચાલુ વર્ષે વિક્રમ સંવત 2075ના વધામણા પૂર્વે બુધવારે દિવાળી, ગુરૂવારે બેસતુ વર્ષ, શુક્રવારે ભાઈ બીજ, શનિવારે બીજો શનિવાર અને રવિવાર એમ એક સાથે પાંચ રજા આવતા સરકારી કર્મચારીઓને સળંગ પાંચ દિવસની મીની વેકેશન માણવા મળી ગયું હતુ. જેને લઈને ચાલુ વર્ષે મંદીનો માહોલ હોવો છતા પણ લાકે નજીકના હરવા ફરવાના સ્થળોએ નીકળી પડયા હતા.
જેને કારણે પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ, જગતમંદિરે દ્વારકાધીશ, નાગેશ્ર્વર જયોતિલીંગ, ઓસમ ડુંગર, પોરબંદર સુદામા મંદિર અને ગાંધી જન્મભૂમિ કિર્તિમંદિર, સૌરાષ્ટ્રમાં આવેલુ પ્રસિધ્ધ કેન્દ્ર શાસીત પ્રદેશ દિવ, સાણ, ગીર, દેવળીયા અને આંબરડી સફારી પાર્ક સહિતના સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડતા અનેક હરવા ફરવાના સ્થળો મહત્વની ધાર્મિક સ્થળો પરની તમામ રસ્તા પર વારંવાર ચકકાજામના દ્રશ્યો સર્જાયા હતા.
જયારે આવા ધાર્મિક હરવા ફરવાના સ્થળોએ કિડિયારૂ ઉભરાઈ ગયું હતુ જેને કારણે આ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા ગેસ્ટહાઉસો, હોટલો રેસ્ટોરન્ટો, ફાર્મ હાઉસો, ધર્મશાળાઓ વાળાઓને કીડીયારૂની જેમ ઉભરાયેલા સહેલાણીઓને કારણે તડાકો બોલી ગયો હતો.