નવા વર્ષનાં પ્રારંભે 3.1ના ભૂકંપથી હચમચતુ ભચાઉ

રાજકોટ તા.10
નવા વર્ષના પ્રારંભે ધર્તીકંપે પણ ‘બોણી’ કરી હોય તેમ ભચાઉમાં આજે બપોરે 3.1ની તિવ્રતાના હળવા ભૂકંપનો આંચકો આવતા લોકો ઘણ બહાર દોડી આવ્યા હતા. આજે 12 કલાક દરમિયાન પાંચ હળવા આંચકા આવતા લોકોમાં ગભરાટનો માહોલ છવાયાહતો છેલ્લા 24 કલાકમાં કચ્છમાં આઠ હળવા આંચકા નોંધાયા હતા.
આજે બપોરે 12.57 કલાકે ભચાઉમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો બહુમાળી ઈમારતમાં રહેતા લોકોએ આંચકાનો અનુભવ કર્યો હતો. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમા રહેતા લોકોએ પણ આંચકો અનુભવ્યો હતો ઘરના બારીબ રણા અને અભેરાઈ ઉપર રાખેલા વાસણો ખખડી ઉઠ્યા હતા આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 14 કિ.મી.દૂર નોંધાયું હતુ.
આ ઉપરાંત વ્હેલી સવારે પ.27 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્ર બિંદુ અંજારથી 17 કિ.મી. દૂર નોંધાયું હતુ ઉપરાંત રાત્રીનાં 3.15 કલાકે 2.6ની તીવ્રતાનો આંચકો નોંધશયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 13 કીમી દૂર નોંધાયું હતુ જયારે રાત્રીનાં 1.33 કલાકે 1.3ની તીવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ રાપરથી 9 કીમી દૂરનોધાયું હતુ તદુપરાંત રાત્રીનાં 1.14 કલાકે 1.4ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો તાલાલામાં અનુભવાયો હતો. જેનુંકેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કીમી દૂર નોંધાયું હતુ.
ગઈકાલે પણ કચ્છમાં ચાર આંચકા આવ્યા હતા તેમાં ગઈકાલે વ્હેલી સવાર 5. કલાકે રાપરમાં 2.48 કલાકે 1.4નો રાપરમાં, 1.46કલાકે 1.4નો રાપરમાં હળવો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ અનુક્રમે રાપરથી 20,17 અને 16 કીમી દૂર નોંધાયું હતુ. જયારે રાત્રીનાં 1.21 કલાકે 2.4ની તીવ્રતાનો હળવો આંચકો ભચાઉમાં નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિ.મી. દૂર નોંધાયું હતુ.